પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અનેક સાધુ, સંત, બાબા, મહાત્મા આવ્યા છે.

કોઇ આઇઆઇટિયન બાબા, તો કોઇ સાપધારી બાબા, તો કોઇ મૌની બાબા તો કોઇ હાથ ઉપર જ રાખતા બાબા

 તેમના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. 

 અહીં આવેલા એક બાબા તેમના પાન પ્રસાદને કારણે પ્રખ્યાત છે. લોકો તેમને પાનવાલે બાબા કહે છે.

તેઓ ભક્તોને પ્રસાદ તરીકે પાન ખાવા આપે છે, જેનાથી અનેક બીમારી દૂર થતી હોવાનો તેમનો દાવો છે.

તેમની આસપાસ જે પણ મોજૂદ હોય તેમની માટે પાન લગાવે છે અને ખાવા આપે છે.

રાજસ્થાનના આ બાબા શ્રી શ્રી 108 શ્રી ગીરધારી મહારાજ છે. તેઓ પણ પાન ખાવાના શોખીન છે.

શ્રી શ્રી 108 શ્રી ગીરધારી બાબા 74 વર્ષના છે. તેમને કોઇ બીમારી નથી

મહાકુંભમાં તેઓ રાઘવ શિબિર પાસે રહે છે. તેમના શિષ્યો પણ લોકોને પાન ખવડાવી ઉપચાર કરે છે. 

બાબા કહે છે અન્ય પાનથી તેમનું પાન અલગ છે. તેમનું પાન ઘણી બીમારી દૂર કરે છે.