દુનિયાના લોકો દુકાનમાંથી સૌથી વધુ શું ચોરી કરે છે
વિશ્વભરના તમામ દેશોના નાગરિકો ચોરીની કળા તો અજમાવતા જ હોય છે.
વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સે યાદી જાહેર કરી છે, જેમાં કરિયાણાની
દુકાનમાંથી કયા દેશના લોકો સૌથી વધુ ચોરી કરે છે તે જણાવ્યું છે.
ભારતીયો કરિયાણાની દુકાનમાંથી સૌથી વધુ મસાલાની ચોરી કરે છે
જોકે, એકમાત્ર ભારત જ નહીં. શ્રીલંકાના લોકો પણ મસાલાની ચોરીમાં આગળ છે.
પડોશી ચીનના અને ઑસ્ટ્રેલિયા, મલેશિયાના લોકો સૌથી વધુ મિલ્ક પાવડરની ચોરી કરે છે.
અમેરિકાના લોકો પણ ચોરીમાં પાછળ નથી. તેઓ સૌથી વધુ માંસની ચોરી કરે છે.
સાઉદી અરેબિયા, યુક્રેન, ઇજિપ્ત અને ઇઝરાયલના લોકો સિગારેટની ચોરી કરે છે
પોલેન્ડ, વિયેટનામ, નાઇજિરીયા, રશિયા, મેક્સિકો, લેબનોન, તાઇવાનના લોકો દારૂની ચોરીમાં આગળ છે.