કુંભમાં સ્નાન કરતા ભક્તોની કેવી રીતે ગણતરી થાય છે 

કુંભમેળામાં કરોડો લોકો આવે છે તો તેમની ગણતરી કરવી મોટી સમસ્યા છે.

કુંભમેળામાં ભક્તોની ગણતરીની પ્રક્રિયા 19 મી સદીથી શરૂ થઈ હતી

પહેલા ગણતરી અંદાજથી કરવામાં આવતી હતી, હવે ટેકનોલોજીથી ગણતરી કરવામાં આવે છે

1882ના કુંભમાં અંગ્રેજોએ મુખ્ય માર્ગો પર અવરોધો લગાવીને અને રેલ્વે ટિકિટના વેચાણના ડેટાને આધારે શ્રદ્ધાળુઓની ગણતરી કરી હતી. 

1906ના કુંભમાં 25 લાખ અને 1918ના કુંભમાં 30 લાખ લોકો આવ્યા હતા તે સમયે પણ સાચા આંકડાનો અંદાજ લગાવવો પડકાર હતો.

આજકાલ કુંભ મેળામાં ભક્તોની ગણતરી માટે AI અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે 

અહીં 1107 ટેમ્પરરી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ભક્તો અને વાહનોની સંખ્યાની ગણતરી કરે છે

બોટ, ટ્રેન, બસ, ખાનગી વાહન દ્વારા આવતા લોકોની ગણતરી કરીને ભક્તોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે છે

વધતી ભીડ અને ટ્રાફિકને કારણે કુંભમેળામાં શ્રદ્ધાળુઓની સચોટ ગણતરી ઘણી જટિલ છે પણ ટેકનોલોજીના માધ્યમથી તે શક્ય બની છે