ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ-2025નું આયોજન થઈ રહ્યું છે, અને 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અમુક બાબાઓ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ

મહાકુંભમાં સૌથી વધુ ચર્ચા આઈઆઈટીવાલે બાબા અભયસિંહની થઈ રહી છે, જે હરિયાણાના જજ્જર જિલ્લાના રહેવાસી છે.

આઈઆઈટી બોમ્બેથી એરોસ્પેસમાં એન્જિયનિયરિંગ કરીને હાલમાં તેઓ અધ્યાત્મમાં લીન થઈ ગયા છે,

બાદમાં આવે છે એમ્બેસેડર બાબાનો. 35 વર્ષ જૂની ભગવા રંગની એમ્બેસેડર લઈને આ બાબા મહાકુંભ આવ્યા છે.

મજાની વાત તો એ છે કે તેઓ જાતે જ આ એમ્બેસેડર ડ્રાઈવ કરે છે.

આ સિવાય કાંટેવાલા બાબા પણ ખૂબ જ વાઈરલ છે. 40 વર્ષથી તેઓ આ રીતે જ તપસ્યા કરી રહ્યા છે.

મહંત રાજાપુરી મહારાજના માથા પર હંમેશા એક કબૂતર બેસેલું હોય છે, તેમણે આ કબૂતર સાથે જ સ્નાન કર્યું હતું

57 વર્ષના લિલિપુટ બાબાના નામથી પ્રખ્યાત સંત ગંગાગિરી પણ પોતાની હાઈટને કારણે ચર્ચામાં છે.

ત્રણ ફૂટથી પણ ઓછી હાઈટવાળા આ બાબાએ 32 વર્ષથી સ્નાન નથી કર્યું અને આ જ કારણે તેઓ વાઈરલ થઈ રહ્યા છે.

રબડીવાલે બાબા વિશે તો તમે ચોક્કસ જ જાણતા હશો, મહાકુંભમાં આ બાબા પ્રસાદ તરીકે રબડી વહેંચી રહ્યા છે.

મહાકાલ ગિરી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ છે અને તેમણે સાડાઆઠ વર્ષથી પોતાનો એક હાથ ઊંચો પકડી રાખ્યો છે.

અનાજવાલે બાબાએ પોતાના માથા ચણા, ઘઉં, બાજરા જેવા પાક ઉગાડીને એક આગવી ઓળખ ઊભી કરી છે.