કુંભ અને મહાકુંભ 

પ્રયાગરાજમાં 13 જાન્યુ.થી મહાકુંભની ઉજવણી ચાલી રહી છે, જે 26 ફેબ્રુઆરી સુધી રહેશે

ભારતનો આધ્યાત્મિક વારસો આવા કુંભ અને મહાકુંભ મેળામાં સચવાયો છે.

પણ શું તમે કુંભ અને મહાકુંભ મેળા વચ્ચેનો તફાવત જાણો છો આવો અમે આપણે જાણીએ

કુંભ મેળો દર ત્રણ વર્ષે એક વાર આવે છે. 

પ્રયાગરાજ, હરિદ્વાર, નાશિક અને ઉજ્જેનના પવિત્ર સ્થાને તેનું આયોજન થાય છે.

જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં આવે ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે.

જ્યારે સૂર્ય ને ગુરુ સિંહ રાશિમાં આવે ત્યારે નાશિકમાં કુંભ મેળો લાગે છે. 

જ્યારે ગુરુ કુંભ રાશિમાં આવે ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન થાય છે. 

જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો લાગે છે. 

મહાકુંભ દુર્લભ આયોજન છે, જે 12 પૂર્ણ કુંભ બાદ એટલે કે 144 વર્ષે આવે છે. 

દર 12 વર્ષે પ્રયાગરાજમાં પૂર્ણકુંભ આયોજિત થાય છે. આવા 11 પૂર્ણકુંભ બાદના 12માં પૂર્ણકુંભને મહાકુંભ કહે છે