હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? ચંદ્ર આપણી પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે અને એને કારણે ખૂબ જ મોટો ફેરફાર જોવા મળી શકે છે
જી હા, આ હકીકત છે અને તમને જાણીને નવાઈ લાગશે પૃથ્વી દર વર્ષે 3.8 સેન્ટિમીટર દૂર થઈ રહ્યો છે
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો ચંદ્ર આ જ રીતે પૃથ્વીથી દૂર થશે તો તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે
રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જો આ જ સ્પીડમાં ચંદ્ર પૃથ્વીથી દૂર જશે તો દિવસ 24 કલાકનો નહીં રહે
24 કલાકનો દિવસ ચંદ્ર પૃથ્વીથી દૂર જવાને કારણે 25 કલાકનો થઈ જશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
જોકે, ચંદ્ર આજકાલથી નહીં પણ અબજો વર્ષોથી પૃથ્વીથી દૂરને દૂર જઈ રહ્યો છે
આ પ્રક્રિયા હાલમાં ધીમી છે અને 200 મિલિયન વર્ષ બાદ એક સમય એવો આવશે કે જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર જતો રહેશે
વૈજ્ઞાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે જો આ જ રીતે ચંદ્ર દૂર જશે તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી બહાર નીકળી જશે
આને કારણે પૃથ્વીનું સંતુલન બગડી શકે છે, એવું પણ બની શકે કે પૃથ્વીનો એક દિવસ 30 દિવસ સમાન થઈ જશે
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો...