સામાન્યપણે મનુષ્યમાં એ,બી, એબી અને ઓ પોઝિટીવ નેગેટિવ જેવા 8 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે

પરંતુ આ આઠ બ્લડ ગ્રુપ સિવાય પણ એક ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ હોય છે 

આ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે અને તે ખૂબ જ કિંમત માનવામાં આવે છે

આ બ્લડ ગ્રુપનું નામ છે આરએચ નલ બ્લડ ગ્રુપ, આ બ્લડ ગ્રુપ એવા વ્યક્તિઓનું હોય છે જેમની અંદર આરએચ ફેક્ટર નલ હોય છે

એક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર આખી દુનિયામાં 45 લોકોનું જ બ્લડ ગ્રુપ આ રેર બ્લડ ગ્રુપ છે

આ બ્લડ ગ્રુપની ખાસિયત એવી છે કે તેમનું લોહી બાકીના તમામ બ્લડ ગ્રુપ સાથે મેચ કરે છે અને કોઈને પણ ચઢાવી શકાય છે

પણ આ બ્લડ ગ્રુપવાળા લોકોને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે તેમને સેમ બ્લડ ગ્રુપવાળા લોકોનું જ લોહી ચઢાવી શકાય છે

આ બ્લડ ગ્રુપ રેર હોવાને કારણે ખૂબ જ મોંઘું પણ હોય છે, 1960માં આ બ્લડ ગ્રુપની શોધ થઈ હતી

આરએચ લોહીમાં જોવા મળતું એક ખાસ પ્રોટીન છે જે કોઈ ગ્રુપમાં પોઝિટિવ હોય છે કાં તો નેગેટિવ

આરએચ નલ બ્લડ ગ્રુપવાળાઓમાં આ પ્રોટિન નલ હોય છે અને તેમાં એન્ટિજન નથી હોતું જેને કારણે બ્લડગ્રુપવાળા લોકોને એનિમિયા જેવી સમસ્યા પણ હોય છે