સનાતનધર્મીઓમાં કુંભ મેળાને લઈને વિશેષ આસ્થા છે, પરંતુ શું તમને ખબર છે કે આની શરુઆત ક્યાંથી અને કઈ રીતે થઈ હતી? 

જો તમને કોઈ કહે કે એક શ્રાપને કારણે કુંભ મેળાની શરૂઆત થઈ હતી તો તમારા માનવામાં આવશે આ વાત? નહીં ને? પણ આ હકીકત છે

સ્કંદ પુરાણ પર વિશ્વાસ કરીએ તો દેવતાઓની નગરી ખૂબ જ સુખી અને હતી અને વર્ષો સુધી ચાલેલા દેવાસુર સંગ્રામમાં દેવતાઓની જિત થઈ હતી

આ જિતને કારણે જ દેવતાઓ આનંદ-પ્રમાદમાં વ્યસ્ત થઈ ગયા, દેવરાજ ઈંદ્ર પણ રાગ-રંગમાં સંસાર પ્રત્યેની જવાબદારીઓ ભૂલી ગયા

એવામાં દુર્વાસા ઋષિ જ્યારે દેવરાજ ઈંદ્રને મળવા પહોંચ્યા ત્યારે દેવરાજે તેમની આગતા સ્વાગતા નહીં કરી

દુર્વાસા ઋષિએ દેવરાજ ઈંદ્રને પુષ્પમાળા અર્પણ કરી, ઈંદ્રદેવે તે ફેંકી દીધી અને એરાવત હાથીના પગ નીચે કચડાઈ ગઈ

આ અપમાનથી રોષે ભરાઈને દુર્વાસા ઋષિએ ઈંદ્ર દેવને શ્રાપ આપ્યો કે જે સિંહાસનનું અભિમાન છે તમને એ છિનવાઈ જશે, લક્ષ્મીહીન થઈ જશો

આ શ્રાપને કારણે ઈંદ્રદેવનું ઐશ્વર્ય છીવનાઈ ગયું અને લક્ષ્મી સંસારથી લુપ્ત થઈને સમુદ્રમાં સમાઈ ગઈ, ત્રણેય લોકમાં દરિદ્રતા છવાઈ 

ત્યાર બાદ અસુરોના રાજા બલિએ દેવતા પર આક્રમણ કરીને ત્રણેય લોક પર કબજો કરી લીધો

આખરે ઈંદ્રદેવને પોતાની ભૂલ સમજાઈ અને ભગવાન વિષ્ણુ પાસે સમસ્યાનું સમાધાન મેળવવા પહોંચ્યા

વિષ્ણુજીએ સમુદ્ર મંથનનો રસ્તો દેખાડ્યો અને આ મંથન દરમિયાન નીકળેલા અમૃત કળશમાંથી જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં ત્યાં કુંભ મેળો યોજાય છે

આવી જ વધુ માહિતીસભર સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...