ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે, ભારત જેવો અનોખો દેશ દુનિયામાં મળવો ખૂબ જ દુર્લભ છે

દેશના અલગ અલગ જગ્યાઓથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની મજા જ અલગ છે અને લોકો આ સુંદર નજારો જોવા આવે છે

પરંતુ જો કોઈ તમને પૂછે કે ભારતમાં સૌથી પહેલું સૂર્યોદય કઈ જગ્યાએ થાય છે?

તમે કહો કે સૂર્યોદય તો સૂર્યોદય છે, એમાં વળી પહેલું અને છેલ્લું શું હોય, પણ એવું નથી હોતું

તમને જણાવી દઈએ ભારતમાં સૌથી પહેલું સૂર્યોદય અરુણાચલ પ્રદેશના ડોંગ નામના ગામમાં થાય છે

ડોંગ ગામ મ્યાનમાર અને ચીનની વચ્ચે આવું છે અને તે સમુદ્ર કિનારાથી 1240 મીટરની ઉંચાઈ પર આવેલું છે

એવું કહેવાય છે કે અહીં વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ સૂર્યના કુમળા કિરણો ધરતી પર પડવા લાગે છે

જોકે, જેમ અહીં સૂર્યોદય સૌથી પહેલાં થાય છે એ રીતે સૂર્યાસ્ત પણ ખૂબ જ ઝડપથી થવા લાગે છે

મીડિયો રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સાંજે ચાર વાગે તો અહીં સૂર્યાસ્ત થવા લાગે છે