વર્ષ 2023- 2024ના આંકડા મુજબ આ છે  દેશનું સૌથી શ્રીમંત રેલવે સ્ટેશન 

ભારતીય રેલવેનું નેટવર્ક વિશ્વનું ચોથુ સૌથી મોટુ છે, જેમાં રોજ 2 કરોડથી વધુ યાત્રી સફર કરે છે

રેલવે સ્ટેશનો પર આવકના ઘણા સ્ત્રોતમાંથી રેલવેને કરોડો રૂપિયાની કમાણી થાય છે.

રેલવે સ્ટેશનો ક્લોક રૂમ, વેટિંગ રૂમ, પ્લેટફોર્મ ટિકિટ, સ્ટોલ્સ વગેરેથી કરોડોની કમાણી કરે છે

નવી દિલ્હી રેલવે સ્ટેશન રૂ. 3337 કરોડની કમાણી સાથે સૌથી વધુ આવક કરતું સ્ટેશન છે 

 દેશના સૌથી વધુ વ્યસ્ત નવી દિલ્હી સ્ટેશને 3.94 કરોડ મુસાફરોનો ટ્રાફિક જોયો છે. 

હાવડા સ્ટેશનની વાર્ષિક આવક રૂ.1,692 કરોડ છે અને પેસેન્જર ટ્રાફિક 6.13 કરોડ છે

ચેન્નાઇ સેંટ્રલ સ્ટેશન રૂ.1,299 કરોડની કમાણી સાથે ત્રીજા નંબરે છે. પેસેન્જર ટ્રાફિક 3.06 કરોડ છે.

સિકંદરાબાદ રેલવે સ્ટેશને રૂ.1,276 કરોડની કમાણી અને 2.78 કરોડ મુસાફરો હેન્ડલ કર્યા છે. 

હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશને રૂ.1,227 કરોડની કમાણી અને 1.45 કરોડ મુસાફરો વહન કર્યા છે 

સૌથી વધુ પેસેન્જર ટ્રાફિકમાં CSMT હાવરા બાદ બીજા ક્રમે છે, જેનો પેસેન્જર ટ્રાફિક 5.17 કરોડ હતો

સ્ટેશનો રેલવે માટે આવકના મહત્વના સ્રોત છે, જે કામગીરી, વિકાસ, સુધારાઓ માટેના ખર્ચ માટે સહાય કરે છે.