જ્યારે પણ આપણે ફરવા કે બિઝનેસ મીટિંગ્સ માટે બહાર જઈએ છીએ ત્યારે હોટેલમાં આપણને જાત જાતની સુવિધાઓ આપવામાં આવે છે
રૂમમાં કેટલીક વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવે છે
તો કેટલીક સર્વિસ માટે આપણને ઉપરથી પૈસા ચૂકવવા પડે છે
પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે હોટેલમાંથી ચેકઆઉટ કરો છો તો એમાંથી કેટલીક વસ્તુઓ ઘરે લાવી શકો છો?
આ વસ્તુઓને ઘરે લાવવી એને ચોરી કે ઉઠાંતરી નથી
માનવામાં આવતી, ચાલો જોઈએ કઈ છે આ વસ્તુઓ-
તમે હોટેલમાંથી સિંગલ યુઝ માટે આપવામાં આવતી વસ્તુઓ
ઘરે લાવી શકો છો, એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી
સિંગલ યુઝ માટેની વસ્તુઓમાં સાબુ, શેમ્પૂ, ડેન્ટલ કિટ, બોડી લોશન વગેરેનો સમાવેશ થાય છે
આ સિવાય બિસ્કિટ ટી બેગ્સ કોફીના પેકેટ્સ, ખાંડ, ક્રીમર વગેરે પણ લાવી શકાય છે
હોટેલમાં રૂમમાં વાપરવા માટે હોમ સ્લિપર્સ, લખવા માટે નોટપેડ, પેન-પેન્સિલ વગેરે આપવામાં આવે છે, જે પણ ઘરે લાવી શકાય છે
હોટેલમાં આપવામાં આવતા ટોવેલ, બ્લેન્કેટ, ચાદર જેવી વસ્તુઓ ઘરે લાવી શકાતી નથી
આ વસ્તુઓ ઘરે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એને ચોરી ગણવામાં આવે છે