મોબાઈલ ફોન એ આજકાલ લોકોની જરૂરિયાત બની ગઈ છે અને તેના વગર એક મિનિટ પણ ચાલતું નથી
મોબાઈલ ફોન બગડે કે તેમાં કોઈ સમસ્યા આવે તો લોકો તરત જ હાંફળા ફાંફળા થઈ જાય છે.
આજે અમે અહીં તમને મોબાઈલ ફોનની આવી એક મહત્વની સમસ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ
ઘણી વખત એવું થાય છે કે ફોનમાં બરાબર અવાજ નથી આવતો કે સ્લો થઈ જાય છે તો આપણે તરત જ ફોન રિપેર કરાવવા પહોંચી જઈએ છીએ...
પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે ફોનના સ્પિકરમાં કચરો ભરાઈ જાય છે, આજે અમે તમને આ કચરો કેવી રીતે સાફ કરી શકાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ
તમે સોફ્ટ બ્રિષ્ટલવાળા ટૂથબ્રશથી આ સ્પીકર સાફ કરી શકો છો, જોર કરવાનું ટાળો નહીં તો સ્પીકરને નુકસાન પહોંચી શકે છે.
આ સિવાય તમે ફોનના સ્પીકરને સાફ કરવા માટે કોટનના કપડાંની મદદ પણ લઈ શકો છો
ઈયર બડ્સ પણ ફોનના સ્પીકરને સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, સ્પીકર પર હળવા હાથે બડ્સ ફેરવી લો
આ સિવાય તમે સ્પીકર ક્લીનર એપનો ઉપયોગ કરીને પણ સ્પીકર સાફ કરી શકો છો
છે ને એકદમ સિમ્પલ પણ કામની ટિપ્સ, જે તમારા પૈસા બચાવીને સ્પીકર પણ સાફ કરી આપે છે?
રાહ કોની જુઓ છો તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી શેર કરીને તેમના પૈસા પણ બચાવ
આવી જ બીજી મહત્વની માહિતી જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો...