સવાર સવારમાં તમે કાચા સ્પ્રાઉટ્સ ખાઓ છો?

સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા કઠોળ-અનાજ હેલ્ધી ડાયેટનો ભાગ છે અને ઘણા લોકો બ્રેકફાસ્ટ સાથે આ લેવાનું પસંદ કરે છે

...પરંતુ જો કોઈપણ ખાદ્યસમાગ્રી યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તો તે આરોગ્યને ફાયદા કરતા નુકસાન વધારે કરી શકે છે

સ્પ્રાઉટ્સ સવારે પ્રોટીન અને ફાયબરના સૉર્સ તરીકે ખાવા જોઈએ, પણ તેને ફણગાવવા-ખાવા અંગેના અમુક નિયમો પણ પાળવા જોઈએ

સૌથી પહેલા તો કઠોળ-અનાજ પલાળવા માટે પાણી લો છો તે ઓછી કેલેરી અને ક્ષારવાળું હોય તે જરૂરી. આથી બને તો ઉકાળીને ઠારેલું પાણી વાપરો

અલગ અલગ ધાનને ફણગાવવા માટે ઓછા વધારે સમયની જરૂર પડે. દરેક વસ્તુને રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં ઓછામાં ઓછી 6 કલાક માટે અલગ-અલગ પલાળો

પલાળ્યા પહેલા અને પલાળ્યા પછી પણ સ્પ્રાઉટ્સને ધોવા જરૂરી. શિયાળામાં દર 12 કલાકે અને ઉનાળામાં દર છ કલાકે સ્પાઉટ્સને સાફ પાણીથી ધોવા જરૂરી છે

ખૂબ જ મહત્વની વાત એ છે કે સ્પાઉટ્સ આપણે કાચા જ ખાઈએ છીએ, પરંતુ આર્યુવેદ તેને થોડા પકાવીને ખાવાની સલાહ આપે છે

આનું કારણ એ છે કે તે શીત પ્રકૃતિના છે, તેથી કફ અને પીત્ત રહેવાની શક્યતા છે. તેને હલકા એવા પકાવી લેવા વધારે સલાહભર્યુ છે

આ સાથે કાચા સ્પ્રાઉટ્સમાં સાલ્મોનેલા, ઈ.કોલી અને લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયા થવાની સંભાવના પણ છે, જે ફૂડ પોઈઝનિંગ કે પાચનની સમસ્યા વધારી શકે છે

ફણગાવેલા અનાજ મિનરલ્સ, પ્રોટીન, વિટામિન અને એન્ટિ-ઑક્સિડેન્ટથી ભરપૂર છે અને એનર્જીનું પાવરહાઉસ છે, માત્ર તેને ખાવાની યોગ્ય રીત અનુસરવી જરૂરી છે

આ એક સમાન્ય જાણકારી છે, તમે તમારા નિષ્ણાતને અનુસરો તે આવશ્યક છે.