1લી જાન્યુઆરી 2025થી દરેકના જીવનમાં એક નવું વર્ષ ઉમેરાશે ત્યારે માત્ર કેલેન્ડરમાં નવું પાનું જ ઉમેરવાનું નથી, પરંતુ જીવનમાં પણ એક નવું ચેપ્ટર ઉમેરવાનું છે
2024માં જે સારું થયું તેને સાથે લઈ અને જેનાથી દિલ દુઃખાયું તેને છોડી આગળ વધવા તમે આ નવ સંકલ્પો કરો
તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો, પણ માત્ર તનના નહીં મનની તંદુરસ્તી પર પણ ખાસ ધ્યાન આપો
ભલે પૂરા ન કરી શકો, તેમ છતાં આખા વર્ષમાં પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ માટે લક્ષ્યો રાખો, તેને પૂરા કરવાની કોશિશની મજા માણો
જીવનમાં હસવાના ખુશ રહેવાના નાના-નાના મોકા શોધો. તમારા મનને જે પ્રફુલ્લિત કરે તે કરવા સમય કાઢો
સંવાદ સાધવો દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરત છે. ખાસ લોકો સાથે સતત સંપર્કમાં રહો. મનના તમામ ભાવ કોઈ એક વ્યક્તિને અચૂક કહો
કામમાંથી સમય મળે અને સુવિધાઓ હોય તો પ્રકૃતિથી નજીક રહી શકો તેવા સ્થળોએ ચોક્કસ જાઓ અને કુદરતના કરિશ્માને માણો
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને જરૂર પૂરતો જ સમય આપો. તે તમારા માસ્ટર નથી, તમે તેના માસ્ટર છો, તે ખાસ ન ભૂલશો
ભલે જીવન આપણા આયોજનો પ્રમાણે નથી ચાલતું, પરંતુ એક ખાસ પ્લાનિંગ સાથે જીવશો તો અચાનક આવેલી મુશ્કેલીઓમાંથી નીકળવાનું આસાન રહેશે
બીબાઢાળ માનસિકતા કે લાઈફસ્ટાઈલ અંતે માનસિક થાક આપે છે, તાજગી અનુભવવાના રસ્તા પોતે જ શોધી લો
સૌથી મહત્વનું સ્વ-કેન્દ્રી નહીં પરંતુ સ્વ-પ્રેમી ચોક્કસ બનો. તમારી જાતને ઓળખો, પ્રેમ કરો, તમારી કાળજી લો અને અન્યોને તમારા પર હાવી થવાનો મોકો ન આપો