આજકાલ જમાનો ઓટીટી પ્લેટફોર્મનો છે અને દરેક જણ ઓટીટી પ્લેટફોર્મ પર જાત જાતની સિરીઝ અને ફિલ્મો જોતા હોય છે

આજે અમે  અહીં તમને એક એવી સરકારી એપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફ્રીમાં ટીવી ચેનલ્સ જોઈ શકશો

આ એપનું નામ છે Waves OTT Platform, થોડાક સમય પહેલાં જ આ એપ પ્રસારભારતી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે

આ પ્લેટફોર્મ પર તમને લાઈવ ટીવી ચેનલ, મૂવીઝ અને બીજા અનેક કન્ટેન્ટ ફ્રીમાં જોવા મળે છે, જોકે આનું પેઈડ વર્ઝન પણ છે

આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે આ પ્લેટફોર્મ વિશે માહિતી આપતા લખ્યું હતું એક જ મહિનામાં 10 લાખથી વધુ યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે

આ પ્લેફોર્મ પર મહાભારત અને રામાયણ જેવા પૌરાણિક શોની સાથે સાથે નવા જમાનાના શો પણ જોવા મળશે

આ પ્લેટફોર્મ 12 ભાષા, 65 લાઈવ ટીવી ચેનલ, લાઈવ ટીવી સ્ટ્રિમિંગ, ઓન ડિમાન્ડ વીડિયો અને ફ્રી ટૂ પ્લે ગેમ્સ જેવી સુવિધા પણ આપે છે

એટલું જ નહીં આ એપ પર તમે ONDCની મદદથી શોપિંગ અને અયોધ્યા ખાતે રામલલ્લાની લાઈવ આરતી પણ જોઈ શકો છો

આ એપ પર યુઝર્સને સાઈબર સિક્યોરિટી સાથે સંકળાલી માહિતી પણ આપવામાં આવશે

આ ઓટીટી પ્લેટફોર્મ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો

યુઝર્સ તેમના સ્માર્ટ ટીવી પર પણ આ એપ ડાઉનલોડ કરીને તેનો આનંદ ઉઠાવી શકે છે