2024 માં દેશ વિદેશની આ મહિલાઓ વિશ્વભરમાં ચર્ચામાં રહી 

મહિલાઓ માટે 2024 નું વર્ષ ઐતિહાસિક હતું તેમણે દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી છે અને નવા રેકોર્ડ બનાવ્યા છે 

એવી ઘણી મહિલાઓ હતી જેણે પોતાની સિદ્ધિઓથી દુનિયાને ચોંકાવી હતી.

અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનતા રહી ગયા, પરંતુ તેમનું નેતૃત્વ ચર્ચાનો વિષય બન્યું 

સુઝાન વિલ્સ વ્હાઇટ હાઉસમાં પ્રથમ મહિલા ચીફ સ્ટાફ બન્યા. અમેરિકન વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી છે 

મરિયમ નવાજ પંજાબ પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યા મુશ્કેલ સમયમાં રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળ્યું

દેશના પ્રથમ મહિલા સેબી ચીફ માધવી પૂરી બુચ હિડનબર્ગના અહેવાલોથી સમાચારોમાં આવ્યા. આર્થિક નીતિ અને વહીવટમાં મહિલાઓનું યોગદાન વધાર્યું

ગીતા ગોપીનાથ આઈએમએફના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા. ભારત અને વિકાસશીલ દેશોનો અવાજ ઉઠાવ્યો

સુનિતા વિલિયમ્સ બોઇંગ સ્ટાર લાઈનરની પ્રથમ સહમાનવ ફ્લાઈટમાં અવકાશમાં પહોંચ્યા.

ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ G-20 અને G-7માં તેમના નેતૃત્વ અને શાનદાર શૈલીથી લોકોના દિલ જીત્યા 

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદથી દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સમાચારોમાં છે 

 વર્ષ 2024માં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી અને આવનારી પેઢી માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે

વર્ષ 2025માં પણ મહિલાઓ આકાશને આંબે તેવી આશાઓ સાથે 2024ને એલવિદા કહીએ...