હાલમાં કાશ્મીરથી લઈને કચ્છ સુધીના સ્થળો પર વિન્ટર સિઝનના મનોરમ દ્રશ્યો જોવા મળી રહી છે
સોશિયલ મીડિયા પર તો કાશ્મીરનું પ્રખ્યાત દલ લેક થીજી ગયું એના ફોટો અને રીલ્સ આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે
ભારતની વિવિધતાની વાત કરીએ તો દેશના અમુક હિસ્સામાં એટલી ઠંડી હોય છે કે હાડકા થીજી જાય
તો વળી અમુક એવા સ્થળો પણ આવેલા છે કે જ્યાં સુંદર માણી શકાય એવી ફૂલ ગુલાબી ઠંડી પડે છે
કાશ્મીર, મનાલી, લેહ-લદાખ વગેરે ઠંડા પ્રદેશોમાં તો શિયાળામાં સરસમજાનો સ્નોફોલ જોવા મળે છે
પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એવી જગ્યા પણ આવેલી છે
જ્યાં માત્ર શિયાળામાં જ નહીં પણ 365 દિવસ સ્નો ફોલ થાય છે? ચાલો જાણીએ-
અમે જે સ્થળની વાત કરી રહ્યા છીએ એમાં સૌથી પહેલાં નામ આવે છે સિક્કીમનું. અહીં આખું વર્ષ બરફ જોવા મળે છે
સિક્કીમમાં જ આવેલા ઝુલુકમાં પણ આખું વર્ષ બરફ અને સ્નો ફોલ જોવા મળે છે
આ જગ્યાઓ ઉનાળામાં બરફાચ્છાદિત હોય છે એટલે તમે સ્નો ફોલની મજા માણી શકો છો