પોતાની પહેલી ફિલ્મથી જ લોકોની નજરમાં આવી જવું કોઈપણ કલાકારની કરિયર માટે મહત્વનું હોય છે
2024માં પણ એવી ઘણી હીરોઈનો છે જેમણે પહેલી ફિલ્મથી જ પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું
સૌથી પહેલા વાત પ્રતિભા રાંટા અને નિતાશી ગોયલની. બન્નેએ લાપતા લેડિઝમાં ગ્લેમરલેસ રોલ કરી જબરી પ્રસિદ્ધિ મેળવી છે
રીતિક રોશનની કઝીન પશ્મીના રોશને ઈશ્ક બિશ્ક રિબાઉન્ડથી ડેબ્યુ કર્યુ. તેના કામની પણ પ્રશંસા થઈ રહી છે
ઘણી ઓછી જોવાયેલી પણ વખાણાયેલી ફિલ્મ બિન્ની એન્ડ ફેમેલીની હીરોઈન અંજલિ ધવન પણ લોકોને ગમી છે
મહારાજ, મુઝ્યા અને વેદા એમ ત્રણ ફિલ્મોએ શરવરી વાઘને ઘણી હિન્દી ફિલ્મોમાં પ્રસિદ્ધિ અપાવી છે અને તેને સારી ફિલ્મો ઓફર થઈ રહી છે
ગુજરાતી ફિલ્મ વશ પરથી બનેલી શૈતાન ફિલ્મથી જાનકી બોદીવાલા
એ હિન્દીમાં ડેબ્યુ કર્યુ. મેલી વિદ્યાનો ભોગ બનેલી યુવતીના રોલમાં લોકોને તે ખૂબ ગમી
રાશી ખન્નાએ ધ સાબરમતી રિપોર્ટમાં સારો અભિનય કર્યો
. આ સાથે આ વર્ષે સાઉથની ફિલ્મોમાં તેણે ડેબ્યુ કર્યુ