હસ્ત રેખા પરથી ભવિષ્યની સારી કે નરસી ઘટનાઓનો તાગ મળી શકે છે.

આપણી હથેળીમાં રેખાઓ ઉપરાંત ક્યારેક કેટલીક ખાસ નિશાની પણ હોય છે.

હથેળીમાં કેટલીક ખાસ આકૃતિઓ ભવિષ્ય વિશે સંકેત આપતી હોય છે. 

આ આકૃતિઓ પરથી ધન લાભ, સુખ-સંપત્તિ અને પૈસા વિશે જાણવા મળે છે.

જેના હાથમાં નાની માછલી જેવો આકાર હોય,તેનું જીવન સુખસુવિધા, ઐશ્વર્યથી ભર્યું હોય છે.

જેના જમણા હાથમાં ત્રાજવું અને ડાબી હથેળીમાં હાથી જેવું પ્રતીક હોય તેનો પતિ મોટો વેપારી હોય છે.

જેની હથેળીમાં શંખ, ચક્ર કે કમળનું પ્રતીક હોય, તેનો પુત્ર મોટો અધિકારી બનશે અને સમૃદ્ધ જીવન જીવશે.

જેની હથેળી ગુલાબી લાલ હોય કે હાથમાં સ્વસ્તિકનું નિશાન હોય તેને ક્યારેય પૈસાની તંગી નહીં હોય 

 જે સ્ત્રીની હથેળીની વચમાં ત્રિકોણ અથવા ધનુષ જેવું નિશાન હોય તે સુખી ભાગ્યશાળી હોય છે.