તુલસીને આપણે પવિત્ર માનીએ છીએ અને તેથી તુલસીના મણકાની માળા  પહેરવાનું પણ  મહત્વ છે

તુલસીની માળા ભગવાન વિષ્ણુની ભક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે, આ સાથે બુધ અને ગુરુ બે ગ્રહો મજબૂત બને છે

આ સાથે મનની તાજગી અને શાંતિ માટે પણ તુલસીની માળા પહેરવામાં આવે છે. ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

જોકે આ માળા પહેરવાના શુભ દિવસો અને સમય સહિતના નિયમો છે, જે જાણવા જરૂરી છે

તુલસીની માળા પ્રદોષ કાળમાં પહેરવી શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળ એટલે બપોર પછી અને રાત પડતા પહેલા

સૂર્યાસ્ત પહેલા અઢી કલાકનો જે સમય છે ત્યારે આ માળા પહેરવાથી તે વધારે લાભદાયી સાબિત થાય છે

આ સાથે જો તમે રામા તુલસીની માળા પહેરો છો તે તેને માત્ર સોમ, બુધ કે ગુરુવારે જ પહેરવી જોઈએ.

તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરો અને ત્યારબાદ ધારણ કરો તે આવશ્યક છે

આ માળા રૂદ્રાક્ષની માળા પહેરનારાઓએ ન પહેરવી. આ સાથે માંસાહારી ભોજન કરનારા અને દારૂનું સેવન કરનારા લોકોએ પણ તુલસી માળા ન પહેરવી જોઈએ

આ પ્રચલિત માન્યતાઓને આધારે અમે તમને જાણકારી આપી છે, તમે તમારા પંડિતને પૂછી આચરણમાં મૂકી શકો છો.