ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે જે તેના સુવ્યવસ્થિત કોચ દ્વારા લાખો મુસાફરોને સેવા આપે છે.
ફર્સ્ટ એસી (1A) ટ્રેનનો સૌથી લક્ઝુરિયસ કોચ છે, જેમાં ગોપનીયતા માટે લોક કરી શકાય તેવી મોટી એસી કન્ડિશન કેબિન હોય છે.
સેકન્ડ એસી (2A)ટ્રેનમાં બજેટ ફ્રેન્ડલી એસી કોચમાં આરામદાયક બેઠક અને સુવાની વ્યવસ્થા, ગોપનીયતા માટે પડદા હોય છે.
થર્ડ એસી (3A) આ એસી કમ્પાર્ટમેન્ટમાં બેડની વ્યવસ્થા છે.
સ્લીપર ક્લાસ (SL) સૌથી લોકપ્રિય કોચ બજેટ મુસાફરી માટે યોગ્ય છે. નોન એસી બર્થ સાથેનો ખુલ્લો ડબ્બો છે.
ચેર કાર (CC) પુશબેક ખુરશીવાળી એસી બેઠકો છે જે ટૂંકા અંતર માટે આદર્શ છે. શતાબ્દી અને વંદે ભારત જેવી ટ્રેનોમાં હોય છે.
જનરલ કોચ (GN) ટ્રેનમાં મુસાફરીનો સૌથી સસ્તો વિકલ્પ, જેમાં આરક્ષણ વિના બેસવાની સુવિધા છે. ટૂંકા અને બિન આયોજિત પ્રવાસો માટે યોગ્ય
સેકન્ડ સેટિંગ (2S) બેઝિક બેન્ચ સ્ટાઇલ સિટીંગ સાથેનો નોન એસી ક્લાસ કોચ ટૂંકા અંતરની સફર માટે યોગ્ય છે .
એક્ઝિક્યુટિવ ચેર કાર (EC)ચેર કારની પ્રીમિયમ આવૃત્તિ છે જેમાં વધારાનો લેગ રૂમ અને મોટી બેઠક આરામદાયક બેઠક હોય છે.