લગ્ન જીવનનો મહત્વનો નિર્ણય છે .
લગ્ન સમયે તમારા મનમાં લાઈફ પાર્ટનર, તેની પસંદ-નાપસંદ વિશે અનેક પ્રકારના સવાલ હોય છે.
તમારે આ બધા સવાલો લગન પહેલા જ પૂછી લેવા જોઇએ, જેથી લગ્ન બાદ સમસ્યા ના આવે
તમારે પૂછવું જોઇએ કે શું તે ખરેખર લગ્ન કરવા માંગે છે કે પછી પરિવારના દબાણમાં આવીને લગ્ન કરે છે.
તમારા જીવન સાથેની કારકિર્દીની યોજના વિશે પણ જાણવું જોઈએ
ફેમિલી પ્લાનિંગ અંગે પણ એકબીજાના અભિપ્રાયને જાણવો જરૂરી છે.
લગ્ન પહેલા તમારા જીવનસાથી સાથે તેના ભૂતકાળના સંબંધો વિશે વાત કરી લેવી, જેથી લગ્ન પછી તે સંઘર્ષનું કારણ ન બને
તમારા જીવનસાથીને પૂછવું જોઈએ કે તેને તેના જીવનસાથી પાસેથી શું અપેક્ષાઓ છે.
લગ્ન પછી પૈસાને લઈને કોઈપણ પ્રકારના ઝઘડા ટાળવા માટે નાણાકીય યોજનાઓ પર પહેલેથી ચર્ચા કરી લેવી જોઈએ
બંનેએ એકબીજાના બ્લડ ગ્રુપ, હેલ્થ વિશે પણ જાણી લેવું જોઇએ