હેડીંગ વાંચીને ચોંકી ગયા ને? આખરે આ કઈ રીતે શક્ય છે? કયુ છે આ ફળ?
ફળ તો ફળ હોય, કોઈ ફળ કઈ રીતે માંસાહારી હોઈ શકે? ચાલો તમને આજે આ ફળ વિશે જણાવીએ...
દેખાવમાં તો આ ફળ એકદમ શાકાહારી જ દેખાય છે પરંતુ તે હોય છે માંસાહારી
અમે અહીં વાત કરી રહ્યા છે અંજીરની. અંજીર એ એક માંસાહારી ફળ છે, કારણ કે તે જે રીતે તૈયાર થાય છે એને કારણે જ તેને માંસાહારી ફળ ગણવામાં આવે છે
વાત જાણે એમ છે કે ભમરી ઈંડા મૂકવા માટે અંજીરના ફળમાં પ્રવેશ કરે છે અને તે અંજીરના પરાગ લઈને જાય છે
ભમરી જેમ જેમ અંદર ફરે છે તેમ તેમ જૂના અંજીરના પરાગ નવા અંજીરના ફૂલમાં ફેલાય છે એને પોલીનેશન થાય છે
ત્યાર બાદ ઈંડામાંથી નીકળેલા લારવા અંજીરના ઘરમાં વિકસે છે
એક વખત અંજીરમાં ગયા બાદ ભમરી બહાર નથી નીકળી શક્તી અને તે અંદર જ મરી જાય છે
અંજીરમાં રહેલા એનઝાઈમને કારણે તેમનું શરીર નાશ પામે છે અને અંજીરનું ફળ તેના અવશેષોને શોષી લે છે
આ રીતે આપણે જે અંજીર ખાઇએ છીએ એ તૈયાર થાય છે, જેને કારણે તેને માંસાહારી ગણવામાં આવે છે