હેડિંગ વાંચીને તમને પણ એવું થઈ ગયું ને કે આખરે એવું તે કયુ ફૂલ છે કે જેને લગાવવાથી તિજોરી પૈસાથી છલકાઈ ઉઠશે?
ચાલો આજે તમને અમે એ ફૂલ વિશે જણાવીએ કે જેને સ્વયં શ્રી કૃષ્ણ સ્વર્ગથી ધરતી પર લાવ્યા હતા
અને આ ફૂલ તેમણે સત્યભામાના આંગણામાં વાવ્યા હતા, આ ફૂલ મા લક્ષ્મીજી ખૂબ જ પ્રિય છે
એવું કહેવાય છે કે જ્યાં પાનના ફૂલની સુગંધ હોય છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે
આ ફૂલ છે પારિજાતના ફૂલ. તેને હરસિંગારના નામથી પણ ઓળખવામાં આવે છે, રાતના સમયે આ ફૂલની સુવાસ દૂર-દૂર સુધી ફેલાય છે
આ ફૂલની સુવાસ મા લક્ષ્મીજીને આકર્ષિત કરે છે અને તેઓ ખેંચાઈને આવે છે
લાલ કિતાબમાં આ ફૂલને ખૂબ જ ભાગ્યશાળી ગણાવવામાં આવ્યા છે, આ ફૂલ માનસિક તાણ દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે
જેમના પણ ઘરની આસપાસમાં પારિજાતના ફૂલનું ઝાડ હોય છે તેમના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે
પારિજાતના ફૂલથી ઘર-પરિવારમાં ખુશહાલી અને સુખ-સમૃદ્ધિ આવે છે
જોકે, ઘરમાં પારિજાતનું છોડ લગાવતા પહેલાં દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
વાસ્તુમાં જણાવ્યા અનુસાર પારિજાતનો છોડ ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ