વર્ષ 2024 ઘણા માટે ખુશીઓ લઈને આવ્યું તો ઘણા એવા જોડા છે જેમના સંબંધો તૂટ્યા અને તેમની સાથે ફેન્સના દિલ પણ

18 વર્ષના લાંબા લગ્નજીવન બાદ ધનુષ અને ઐશ્વર્યાએ ઓફિશિયલી છુટાછેડા જાહેર કર્યા. બન્ને વચ્ચેના વણસેલા સંબંધો ઘણા સમયથી ચર્ચામાં હતા

ઑસ્કાર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર.રહેમાન અને પત્ની સાયરાએ 29 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાની જાહેરાત તાજેતરમાં જ કરી

સોશિયલ મીડિયામાં જાણીતા એવા સ્પોર્ટ્સ કપલ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે જાન્યુઆરી-2024માં છુટ્ટા પડ્યા

ભારે ચર્ચાઓ બાદ આ કપલ છૂટુ પડ્યું, ત્યારબાદ સના જાવેદ સાથે શોએબના લગ્ન થયા

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક હાલમાં જ છૂટા પડ્યા. ઘણી અટકળો બાદ ઓફિશિયલી તેમણે સંબંધો પર પૂર્ણવિરામ મૂકાયાનું જાહેર કર્યુ

હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ પણ પતિ ભરત તખ્તાનીથી 11 વર્ષ બાદ અલગ થઈ. જોકે કારણ બહાર આવ્યા નથી

અભેનતા ઈમરાન ખાન અને અવંતિકાએ પણ ઓફિશિયલી અલગ થવાની જાહેરતા કરી. બન્ને ઘણા સમયથી અલગ રહેતા હતા

ઉર્મિલા મતોંડકરે પણ પતિ મોહસિન અખ્તર મીર સાથેના સંબંધોનો અંત આવ્યાની જાહેરાત કરી છે. જોકે મોહસિને ખુલીને કોઈ વાત કરી નથી

અભિનેત્રી ઈશા કોપીકર અને પતિ ટિમ્મી નારંગ પણ 14 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા હતા.

આમાંથી ઘણા કપલ એક કે બે સંતાનના માતા-પિતા પણ છે, કમનસીબે તેઓ પણ તૂટેલા સંબંધોનો બોજ સહન કરે છે