રસોડામાં દરેક બીમારીનો ઈલાજ મળી જાય છે
, તેમ આયુર્વેદ કહે છે. જોકે બીમારી ન થાય તે માટેની ઐષધીઓ પણ રસોડામાં છે
સરસ મજાની સોડમવાળા આખા ધાણા આમાંના એક છે, જે સ્વાદ અને સુગંધ સાથે સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
તો આજે અમે તમને આખા ધાણાનું પાણી પીવાથી શરીર-મનને શું ફાયદા મળે છે તે વિશે જણાવીએ
પહેલા પાણી બનાવવાની રીતઃ એક મોટી ચમચી ધાણા અને બે ગ્લાસ પાણી એક તપેલીમાં લઈ તેને ધીમા તાપે ઉકાળો અને પછી હુંફાળુ થાય ત્યારે ગાળીને સવારે પી જાઓ
આ પાણી
કિડનીને
ડિટોક્સ કરે છે અને તેથી કિડની સ્ટોનની સમસ્યા ઉદ્ભવવાનાી શક્યતા ઓછી રહે છે
ધાણાના પાણીના એન્ટિઑક્સિડેન્ટ્સ અને વિટામીન સી ત્વચાને સાફ રાખે છે અને
ખિલની
સમસ્યાથી રાહત આપે છે
ધાણાના પાણીમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંઓની મજબૂત બનાવે છે.
ધાણામાં રહેલું વિટામીન સી
રોગપ્રતિકારક
શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે, આ સાથે સવારે પીવાથી તાજગીનો અનુભવ પણ થાય છે
આ પાણીમાં એન્જાયમ છે, જે ગેસ, પેટ ફૂલવા જેવી સમસ્યાથી રાહત આપે છે,
પાચન
સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
ધાણામાં એન્ટિ સ્ટ્રેસ એલિમેન્ટ્સ છે, જે મનને પણ ઠંડક આપે છે.
આ પ્રયોગ તમે તમારા તબીબી નિષ્ણાતની
સલાહ
અનુસાર અમલમાં મૂકી શકો છો