હેડિંગ વાંચીને જ તમારી આંખો પહોળી થઈ ગઈ હશે અને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ગશે કે આખરે અહીં કયા ગ્રહની વાત થઈ રહી છે? હેં ને? 

તમારી જાણ માટે કે શનિ ગ્રહના વાયુમંડળમાં સતત હીરાનો વરસાદ થાય છે એવો દાવો વૈજ્ઞાનિકો દ્વારા કરાઈ રહ્યો છે

હવે તમને થશે કે ભાઈસાબ શનિ પર હીરાનો વરસાદ થાય છે તો થોડા હીરા ધરતી પર પણ લાવી શકાય કે નહીં? 

વાત કરીએ કે શનિ ગ્રહ પરથી હીરા પૃથ્વી પર લાવવાની તો આ બિલકુલ શક્ય નથી

આવું એટલા માટે શક્ય નથી કરાણ કે વધારે પડતાં દબાણ અને તાપમાનને કારણે મનુષ્યનું ત્યાં જવું શક્ય નથી

એવું કહેવાય છે કે શનિ ગ્રહના ઉપરના વાયુમંડળમાં વીજળી પડવાને કારણે મિથેન ગેસ કાલિખમાં પરિવર્તિત થઈ જાય છે 

અને તે 1000 માઈલના ઊંડાણમાં પડીને ગ્રેફાઈટમાં કન્વર્ટ થઈ જાય છે 

આ ગ્રેફાઈટ જ આશરે 6000 કિલોમીટરની ઊંડાઈ પર પહોંચીને હીરા બની જાય છે

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે શનિના એક મોટા વિસ્તારમાં હીરાનો વરસાદ થાય છે

શનિ સિવાય ગુરુ, યુરેનસ અને નેપ્ચ્યુન પર પણ હીરાનો વરસાદ થાય છે