આગામી 24-25 નવેમ્બરે સાઉદીના જેદાહમાં આઈપીએલનું મેગા ઑક્શન યોજાવાનું છે...

કરોડો રૂપિયાના કોન્ટ્રેક્ટ મેળવવાની સંભાવના ધરાવતા પાંચ ભારતીય ઓપનર્સમાં એક છે, કેએલ રાહુલ

પેસ અને સ્પિન, બન્ને સામે સારું રમી શકતા રાહુલને લખનઊના ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં મૂકી દીધો છે

રાહુલ વિકેટકીપિંગ પણ કરતો હોવાથી ડબલ ડયૂટી કરીને ટીમને બે રીતે ફાયદો કરાવી શકે

વેન્કટેશ ઐયર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા વતી મિડલમાં રમ્યો હતો, પણ ઓપનિંગમાં તે પેસ બોલિંગ સામે પાવરપ્લેમાં ઘણા રન બનાવી શકે એમ છે

ઈશાન કિશન મુંબઈ ઇન્ડિયન્સ વતી જોઈએ એવું નથી રમ્યો, પરંતુ આ ભરોસાપાત્ર ઓપનર પેસ બોલર્સને પ્રેશરમાં લાવીને તેમની ઍનેલિસિસ બગાડી શકે છે

ઈશાનને કોઈ પણ ફ્રેન્ચાઈઝી વિકેટકીપિંગની જવાબદારી આંખ મીંચીને સોંપી શકશે એટલે તેને મોટી રકમમાં ખરીદવો પડશે

પૃથ્વી શો હમણાં રણજી ટ્રોફીમાં થોડો વિવાદમાં છે, પણ આઈપીએલ ભિન્ન ઇવેન્ટ છે. તે આક્રમક ઓપનર છે અને પહેલા બૉલથી જ અટૅકિંગ મૂડમાં રમી શકે છે

વિદર્ભનો યુવા ઓપનર અથર્વ ટેઈડ બધા માટે થોડો અજાણ્યો છે, પણ માત્ર 30 ફર્સ્ટ ક્લાસ મૅચમાં તે 9 સિક્સર અને 235 ફોરની મદદથી 1,702 રન બનાવી ચૂક્યો છે. તે પણ મોટો કોન્ટ્રેક્ટ મેળવી શકે એમ છે.