વિશ્વના દરેક દેશની સરકાર વિવિધ વિષયો પર યોજના તૈયાર કરવા અને લોકો સુધી પહોંચાડવા માટે મંત્રાલયો બનાવે છે.

જેમ કે ભારતનું સંરક્ષણ મંત્રાલય દેશની સુરક્ષા નીતિ તૈયાર કરે છે અને આરોગ્ય મંત્રાલય આરોગ્યની યોજનાઓ પર કામ કરે છે .

જોકે, આજે અમે તમને એવા કેટલાક મંત્રાલયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના નામ અને કામ બંને ખૂબ જ વિચિત્ર છે.

છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ લડી રહેલા અને દેશમાં ઘટી રહેલા જન્મદરથી ચિંતિત રશિયાની સરકારે વસ્તી વધારવા માટે સેક્સ મંત્રાલયની યોજના બનાવી છે.

સેક્સ મંત્રાલયઃ

જાપાનના મહિલા સશક્તિકરણ પ્રધાન હારુકો અરીમોરાએ 2014માં તેમની કેબિનેટમાં શૌચાલય મંત્રીનું પદ ઉમેર્યું હતું.

શૌચાલય મંત્રાલયઃ

જાપાન સરકાર માને છે કે મહિલાઓની પ્રગતિ માટે સાર્વજનિક શૌચાલયમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે.

2014માં જ્યારે દેશમાં મોદી સરકાર બની ત્યારે તેમણે ભારતમાં યોગ મંત્રાલયની રચના કરી હતી. તેને આયુષ મંત્રાલય તરીકે પણ ઓળખવામાં આવે છે.

યોગ મંત્રાલયઃ

યુએઈની સરકારે ફેબ્રુઆરી 2016માં લોકોના જીવનને ખુશ રાખવાના પ્રયાસો માટે સુખ મંત્રાલયની રચના કરી હતી.

સુખ મંત્રાલય:

ચા નિષ્ણાતોનું બોર્ડ ઘણા સમયથી અમેરિકામાં કામ કરી રહ્યું છે. તેનું કામ અન્ય દેશોમાંથી આવતી ચાની ગુણવત્તા તપાસવાનું છે.

ચા મંત્રાલયઃ