મુંબઈ (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્ટેશનની ડિઝાઇન અરબી સમુદ્રથી પ્રેરિત છે, જે શહેરના વાઈબ્રન્ટ દરિયાકાંઠાની ઝલક દર્શાવે છે.
થાણે સ્ટેશનની ડિઝાઇન ઉલ્હાસ નદીના હળવા તરંગોથી પ્રેરિત છે, જે થાણેની આસપાસના કુદરતી સૌંદર્યની ઝલક આપે છે.
વિરાર વિન્ડ્સ ફ્રોમ ધ માઉન્ટેન થીમ પર આધારિત છે, જાણે પર્વતીય પવનોની વચ્ચે વસેલું સ્ટેશન
બોઇસર સ્ટેશન કોંકણી સમુદાયના માછીમારીના વિસ્તારમાં આવેલું હોવાથી આ સ્ટેશન માછીમારીની જાળથી પ્રેરિત છે.
વાપીની ડિઝાઇન સ્પીડથી પ્રેરિત છે, જે હાઈ-સ્પીડ રેલના હેતુનું પ્રતિનિધિત્વ કરે છે.
બીલીમોરા સ્ટેશનનો થીમ કેરીના બગીચા પર આધારિત છે.
સુરત હીરાના વેપાર માટે પ્રખ્યાત છે. આ સ્ટેશન ડાયમંડ હેરિટેજને મૂર્તિમંત કરે છે.
ભરૂચ સ્ટેશનનો થીમ અહીંના કોટન વિવિંગ આર્ટ પર આધારિત છે.
વડોદરા તેના વડના વૃક્ષ માટે જાણીતુ છે. આ સ્ટેશનની ડિઝાઇન વડના આકાર અને પર્ણસમૂહને પ્રતિબિંબિત કરે છે.
આણંદ સ્ટેશનનો થીમ ભારતની દૂધની રાજધાની છે.
અમદાવાદનો થીમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિનો છે. છત પર પતંગ જેવી પેટર્ન અને અાગળનો ભાગ સૈયદ સિદ્દીકીના જાળીથી પ્રેરિત છે.