મુંબઈ એ એક એવું શહેર છે જે ક્યારેય ઊંઘતું નથી, આ જ કારણે આ શહેરને ભારતની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે
દરરોજ લાખો લોકો અનેક સપનાઓ આંખોમાં આંજીને અહીં આવે છે
આધુનિક અને નાઈટ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા આ શહેર પાસે અખૂટ ઐતિહાસિક વારસો પણ છે
જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું, મુંબઈમાં અનેક ઐતિહાસિક કિલ્લા આવેલા છે, જેમાંથી કેટલાક રહસ્મયી પણ છે
ચાલો જોઈએ આ ઐતિહાસિક અને રહસ્યમયી કિલ્લામાંથી તમે કેટલા કિલ્લા જોયા છે
વર્લી ફોર્ટ: 1675માં અંગ્રેજોએ દુશ્મનો અને ડાકુઓની હિલચાલ પર વોચ રાખવા આ કિલ્લો બંધાવ્યો હતો
સાયન ફોર્ટ: આ કિલ્લો શિવ ફોર્ટના નામે પણ ઓળખાય છે અને એનું નિર્માણ પણ દુશ્મનોના આક્રમણથી બચવા અને તેમની હિલચાલ પર નજર રાખવા માટે કરવામાં આવ્યું હતું
વસઈ ફોર્ટ: મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલા આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવ્યું હતું, વર્તમાન સ્થિતિમાં આ કિલ્લો જર્જરિત અવસ્થામાં છે
માહિમ ફોર્ટ : માહિમ ખાતે આવેલા આ માહિમના કિલ્લાની સ્ટોરી વિશે વાત કરીએ તો આ કિલ્લા માટે અનેક વખત યુદ્ધ ખેલાઈ ચૂક્યું છે, પરંતુ દેખરેખના અભાવે આ કિલ્લો દયનીય સ્થિતિમાં છે
બાંદ્રા ફોર્ટ: આ કિલ્લાને કસ્ટેલા દી અગુઆડાના નામે પણ ઓળખવામાં આવે છે. 1640માં પોર્ટુગીઝોએ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું જેથી મુંબઈ પોર્ટ પર નજર રાખી શકાય
મઢ ફોર્ટ: વર્સોવા કિલ્લા તરીકે ઓળખાતા આ કિલ્લાનું નિર્માણ પણ પોર્ટુગીઝો દ્વારા કરવામાં આવ્યું હતું, આ ફોર્ટ ખાતે અનેક ટીવી સીરિયલ અને ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે
શિવડી ફોર્ટ: લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પરંતુ આ પણ મુંબઈનો એક ઐતિહાસિક કિલ્લો છે જેનું નિર્માણ 1680માં અંગ્રેજોએ કરાવ્યું હતું