ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

રાજસ્થાનનું જયપુર સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે. અન્ય શહેરોની સરખામણીએ તે સસ્તા હાઉસિંગ વિકલ્પો આપે છે

મહારાષ્ટ્રનું પુણે જોબ માર્કેટ અને શૈક્ષણિક સંસ્થાઓથી સમૃદ્ધ છે અને મુંબઈની સરખામણીમાં સસ્તું છે

કેરળમાં આવેલું કોચી રહેવાની સારી તક આપે છે. એનું રીયલ એસ્ટેટ બજાર ભારતના અન્ય શહેરોની તુલનામાં સસ્તું છે

ગુજરાતના અમદાવાદનું રિઅલ એસ્ટેટ માર્કેટ સ્પર્ધાત્મક છે જે તેને પોસાય તેવા રહેઠાણો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે

મધ્યપ્રદેશનું ઇન્દોર તેના સ્વચ્છ અને હરિયાળા વાતાવરણ માટે જાણીતું છે અહીં રહેઠાણની કિંમતો પ્રમાણમાં ઓછી છે

ચંડીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ અને સુઆયોજિત શહેર છે, જે સસ્તા હાઉસિંગ વિકલ્પો પ્રદાન કરે છે

ઉભરતા શહેરોની યાદીમાં ઓડિશાના ભુવનેશ્વરમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો છે.અહીં મકાનની કિંમતો ઘણી જ વાજબી છે

યુપીનું લખનઊ સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે જે ઉપનગરીય વિસ્તારોમાં સસ્તા હાઉસિંગ વિકલ્પ પ્રદાન કરે છે

તમિલનાડુનું ઔદ્યોગિક હબ કોઇમ્બતુર ચેન્નાઇ અને બેંગ્લોર જેવા શહેરોની સરખામણીમાં સસ્તા રહેઠાણ વિકલ્પો આપે છે

મહારાષ્ટ્રમાં નાશિક એક અન્ય શહેર છે જે પ્રમાણમાં સસ્તા હાઉસિંગ વિકલ્પો ધરાવે છે અને તેનો સતત વિકાસ થઈ રહ્યો છે