પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

સ્પર્શ કે ટચની તાકાત છે અને તે મનોવૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે

તો આવો જાણીએ એકબીજાના ફીઝીકલ કૉન્ટેક્ટથી મન અને શરીરને કેવા ફાયદા થાય છે

અભ્યાસ કહે છે કે ત્રણેક દિવસ માણસને જો કોઈ ટચ ન કરે તો તે નિરાશા કે ચિંતા તરફ ધકેલાય છે

સ્પર્શને લીધે કોર્ટિસૉલ લેવલ ઓછું થાય છે. જેથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને વારંવાર બીમારી આવે છે

ફીઝીકલ કોન્ટેક્ટથી ઈમ્યુનોગ્લોબુલિન (એ) વધે છે જે વ્હાઈટ સેલ્સમાં પણ વધારો કરે છે

સ્પર્શ કરતા  સમયે સેરોટોનીન રિલિઝ થાય છે, જેનાથી થાક ઉતરે છે અને મન આનંદમાં રહે છે

સ્પર્શ થવાથી એકબીજા પ્રત્યેનો ભરોસો વધે છે, સંબંધો મજબૂત બને છે અને બે જણ વચ્ચે કોમ્યુનિકેશન સરળ બને છે

એકબીજા સાથે વાત કરવાથી શબ્દોની આપ-લેથી જે હળવાશ મળે છે, તેમા જો સ્પર્શ ભળે તો શરીર અને મન પ્રફુલ્લિત રહે છે

પણ હા સ્પર્શ પ્રેમ અને એકબીજાની સહમતી અને કમ્ફર્ટથી થવો જોઈએ. હાથ મિલાવો કે ચુંબન કરો, સામી વ્યક્તિની સહમતીથી જ થઈ શકે તે ભૂલવું ન જોઈએ