રસોઇ કરતી વખતે કડાઇ સહિત વાસણો બળીને કાળા થઇ જાય છે. તેને ઘસી ઘસીને સાફ કરવા પડે છે.

હાથ દુઃખી જાય તો પણ બળેલા વાસણ સાફ નથી થતા હોતા 

તમારા વાસણો પણ કાળા થઇ ગયા હોય તો અમે તેને સાફ કરવાની રીત જણાવીશું

વાસણને પહેલા સાબુના પાણીથી ધોઇને ચિકાશ સાફ કરી લો

પાણી ગરમ કરો, તેમાં ખાવાનો સોડા અને એક ચમચી મીઠું નાખો. આ પાણી બળેલા વાસણમાં નાખો, થંડુ થાય ત્યારે ઘસો

એક લીંબુ લો, તેને કાપો. તેમાં મીઠુ ઉમેરી તેનાથી વાસણને ઘસો

તમે વિનેગાર અને લીંબુના રસથી પણ વાસણ સાફ કરી શકો છો

તમે ડિટરજન્ટ પાવ્ડરમાં બેકિંગ સોડા ઉમેરી તેનાથી વાસણ ઘસો

 આવી રીતે તમે લોખંડના બળેલા વાસણ પણ સાફ કરી શકો છો