નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી

100 વર્ષ પહેલા લોકોએ ભાગ્યે જ હવાઇ મુસાફરી વિશે વિચાર્યું હશે, પણ આજે એ હકીકત છે

આજે પણ દુનિયામાં એવા ઘણા નો ફ્લાય ઝોન વિસ્તારો છે જ્યાંથી વિમાનો ઉડી શકતા નથી

આવો આપણે આવા No Fly Zones વિશે જાણીએ

ફ્લોરિડામાં ડિઝની વર્લ્ડ અને કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડના 3000 ફૂટની અંદર એરક્રાફ્ટ ઉડાડવા પર કાયમી પ્રતિબંધ છે 

બ્રિટનના વડાપ્રધાનનું ઘર 10 ડાઉનિંગ સ્ટ્રીટ ઉપર વિમાનો ઉડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે

બ્રિટનના બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અને સંસદ ભવન ઉપર પણ વિમાનોને ઉડાડવા પર પ્રતિબંધ છે

9/11ના હુમલા પછી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી પર વિમાનોને ઉડવાની મનાઇ છે

 દક્ષિણ અમેરિકાના પેરુમાં સ્થિત વિશ્વની સાત અજાયબીમાંના એક માચુ પિચ્ચુ 'નો ફ્લાય ઝોન'માં આવે છે.

મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા પરથી પણ કોઇ પ્લેન ઉડાવી શકાતા નથી

તિબેટ ઉપરથી પણ પ્લેન ઉડાવી શકાતા નથી

અતિશય ઠંડા તાપમાન, અણધાર્યા તોફાન, હિમવર્ષાને કારણે એન્ટાર્કટિકા પરથી પ્લેન ઉડાવવાની મનાઇ છે