વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

દુનિયા હાલમાં વિશ્વયુદ્ધના તણાવનો સામનો કરી રહી છે

ઇઝરાયલ-હમાસ યુદ્ધ ખતમ નથી થતું અને લેબનોન જેવા અન્ય દેશ પણ આ યુદ્ધમાં આવી ગયા છે

રશિયા-યુક્રેન યુદ્ધ પહેલેથી જ તણાવ બનાવી રહ્યું છે. પુતિને તો જરૂરત પડે તો અણુ બૉમ્બ ઝિંકવાની પણ જાહેરાત કરી છે

વિશ્વયુદ્ધમાં કયો દેશ સુરક્ષિત રહેશે એવો સવાલ થવો સ્વાભાવિક છે

ગ્લોબલ પીસ ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર આઇસલેન્ડ વિશ્વયુદ્ધ સમયે સૌથી શાંતિપૂર્ણ દેશ હશે

ડેન્માર્ક બીજો એવો દેશ હશે જે સૌથી સુરક્ષિત રહી શકે છે

સ્વિત્ઝર્લેન્ડ પર્વતીય ભૂપ્રદેશ અને અસંખ્ય પરમાણુ આશ્રયસ્થાનો ધરાવતો લેન્ડલોક દેશ સુરક્ષિત રહી શકે છે

ન્યુઝીલેન્ડ બધી દેશોથી દૂર છે અને તેના સુધી યુદ્ધના છાંટા ઊડે એવી શક્યતા ઓછી છે

યુદ્ધની દ્દષ્ટિએ ઓસ્ટ્રિયાને પાંચમો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે

સલામત દેશોની યાદીમાં સિંગાપુર પણ છઠ્ઠે નંબરે આવે છે

ભારત શાંતિપ્રિય દેશ હોવા છતાં પણ વિશ્વયુદ્ધ થાય તો તેણે કમને પણ તેમાં ઘસડાવું જ પડશે

આપણે તો ઈચ્છીએ કે સર્વત્ર શાંતિ રહે અને ક્યાંય લોહી ન રેડાય, ભારતનું વસુધૈવ કુટુમ્બકમનું સૂત્ર સૌ કોઈ અપનાવે