Youtube વીડિયો જોઈને દોરડા કૂદતા શીખી રહ્યો હતો નવ વર્ષનો ટેણિયો, અચાનક રૂંધાઈ ગયો શ્વાસ અને પછી જે થયું….

દેશ વિદેશ

New Delhi: દિલ્હીના કરતાર નગર વિસ્તારમાં Youtubeમાંથી દોરડા કૂદવાનું શીખી રહેલા નવ વર્ષના બાળકનું મોત થયું હોવાની ખબર સામે આવી છે. પાંચમાં ધોરણમાં ભણતો હાર્દિક Youtubeની મદદથી દોરડા કૂદતા શીખી રહ્યો હતો. દરમિયાન દોરડું ગળામાં ફસાઈ જતાં તેનો શ્વાસ રુંધાઈ ગયો હતો, પરિણામે તેનું મોત થયું હોવાની માહિતી પોલીસે આપી હતી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર હાર્દિક Youtube વીડિયો જોઈને દોરડા કૂદવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે દોરડાનો એક ભાગ ટીપાઈ અને બીજો ભાગ ગળામાં ફસાઈ જતાં અચાનક તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે આ ઘટનાને અકસ્માત માનીને કેસ નોંધ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.