મહારાષ્ટ્રમાં ઘરમાંથી પરિવારના 9 સભ્યોના મૃતદેહ મળી આવ્યા, પોલીસને આત્મહત્યાની આશંકા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં સોમવારે એક પરિવારના નવ સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ આત્મહત્યાનો કેસ હોવાની શંકા છે. પોલીસને ત્રણ મૃતદેહો એક જગ્યાએથી મળી આવ્યા હતા, જ્યારે છ ઘરમાંથી અન્ય અલગ-અલગ સ્થળોએ મળી આવ્યા હતા. મુંબઈથી 350 કિલોમીટર દૂર આવેલા સાંગલી જિલ્લાના મહૈસલ ખાતેના એક ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા.
સાંગલીના પોલીસ અધિક્ષક દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે, આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે. કોઈ પણ સંજોગોમાં, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ પછી જાણી શકાશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોએ ઝેરી પદાર્થ ખાધો હોવાની આશંકા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે મૃતકો ડોક્ટરોનો પરિવાર છે.
ઉલ્લેખનીય છે કે 2018 માં, ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં એક ગોઝારી સવારે સાત મહિલાઓ સહિત એક પરિવારના અગિયાર સભ્યો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ભયાનક ઘટનામાં પરિવારના 10 સભ્યો આંખે પાટા બાંધેલા અને લોખંડની જાળીની છત પર લટકેલા મળી આવ્યા હતા, જ્યારે 75 વર્ષીય મહિલાનો મૃતદેહ જમીન પર પડેલો મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષોનો સમાવેશ થતો હતો. લટકતી હાલતમાં મળી આવેલા બાળકોની સંખ્યા પાંચ હતી. પરિવાર છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં રહેતો હતો અને પ્લાયવુડનો વ્યવસાય કરતો હતો અને કરિયાણાની દુકાન ધરાવતો હતો.
કોઇ અભણ વ્યક્તિ સંજોગો સામે નાસીપાસ થઇ આત્મહત્યા કરે તે હજી સમજી શકાય, પણ ડૉક્ટરોનો પરિવાર હોવા છતાં આખા પરિવારે એક સાથે આત્મહત્યા કરી એ બાબત લોકોમાં ચર્ચાનો વિષય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.