Homeઆમચી મુંબઈમુંબઇમાં ઓરીએ કહેર મચાવ્યો, 13ના મોત, 252 સંક્રમિત

મુંબઇમાં ઓરીએ કહેર મચાવ્યો, 13ના મોત, 252 સંક્રમિત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઓરીનો કહેર ઝડપથી વધી રહ્યો છે. ગોવંડીમાં ગુરુવારે 8 મહિનાના બાળકના મોત બાદ અત્યાર સુધીમાં આ જીવલેણ રોગને કારણે 13 દર્દીઓના મોત થયા છે. આ 13 દર્દીઓમાંથી 3 મુંબઈ બહારના છે. ગુરુવારે સમગ્ર દિવસમાં 19 નવા કેસ નોંધાયા હતા. ઓરીનો કહેર મુંબઈના એમ-ઈસ્ટ વિસ્તાર સહિત ઘણા ભાગોમાં ફેલાયો છે. મુંબઈના વિસ્તારોમાં જ્યાં ઓરીનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં ભાયખલા, વરલી, વડાલા, ધારાવી, બાંદ્રા પૂર્વ, અંધેરી પૂર્વ, મલાડ ઉત્તર, ગોવંડી, ચેમ્બુર, કુર્લા, ભાંડુપનો સમાવેશ થાય છે. શંકાસ્પદ દર્દીઓની વાત કરીએ તો મુંબઈમાં ગુરુવારે 161 નવા દર્દીઓ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 3 હજાર 695 પર પહોંચી ગઈ છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઓરીના રોગ સામે લડવા માટે 300 થી વધુ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. કસ્તુરબા, ગોવંડી શિવાજી નગર પ્રસૂતિ કેન્દ્ર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ, રાજાવાડી, શતાબ્દી, સેવન હિલ્સ, કુર્લા ભાભા, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે હોસ્પિટલ બોરીવલી જેવી હોસ્પિટલોમાં કુલ 330 બેડ ઉપલબ્ધ છે. આ પૈકી 97 બેડ ભરાઈ ગયા છે અને 233 બેડ ખાલી છે.
BMCના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં 21 દર્દીઓ ઓક્સિજન પર છે, 5 દર્દીઓ ICUમાં છે અને 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. મુંબઈ સિવાય થાણે, ભિવંડી, નાસિક, માલેગાંવ, અમરાવતીમાં જેવા મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ ઓરીનો રોગચાળો ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular