પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, બે બસ વચ્ચે અથડામણમાં આઠના મોત, 12 ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે પૂર્વાંચલ એક્સપ્રેસ લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રહા ગામ પાસે પાર્ક કરેલી બસ સાથે બીજી બસ અથડાઈ હતી. હીં કેન્ટીન હોવાના કારણે પાર્ક કરેલી બસના મોટાભાગના મુસાફરો ઉતરી ગયા હતા. તે સમયે સીતામઢી બિહારથી નવી દિલ્હી જઈ રહેલી અશોક ટ્રાવેલ્સની વોલ્વો બસ પાછળથી આ બસ સાથે અથડાઈ હતી. ટક્કર મારનાર બસનો ડ્રાઈવર ઓપરેટર ઘટના બાદથી ગુમ છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી ચારની ઓળખ થઈ ગઈ છે. લગભગ અડધો ડઝન લોકોની હાલત ગંભીર છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ માર્ગ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ ટ્વીટ કરીને લખ્યું છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. ઝડપી રાહત અને બચાવ કામગીરી અને ઘાયલોની યોગ્ય સારવાર માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.