Homeવેપાર વાણિજ્યઅદાણીના રકાસ સાથે સેન્સેક્સમાં ૭૭૩ પોઇન્ટનો કડાકો

અદાણીના રકાસ સાથે સેન્સેક્સમાં ૭૭૩ પોઇન્ટનો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં સુધારો હોવા સાથે સ્થાનિક સ્તરે કોઇ નકારાત્મક ટ્રીગર ના હોવા છતાં પાછલા સત્રમાં અદાણીને લગતા હીન્ડેનબર્ગના રિપોર્ટને કારણે ખોરવાયેલું સેન્ટિમેન્ટ શુક્રવારના સત્રમાં વધુ વકરી જતાં વેચવાલીનું દબાણ વધી ગયું હોવાથી સેન્સેક્સ એક તબક્કે ૧૨૦૦ પોઇન્ટ તૂટીને ૫૮૯૭૦૦ની નીચેે, જ્યારે નિફ્ટી ૧૭,૫૦૦ની નીચે સરકી ગયો હતો. સેન્સેક્સમાં ૮૭૪ પોઈન્ટ્સનું તોતિંગ ગાબડું નોંધાયું હતું, જ્યારે નિફટી ૧૭૬૦૦ની નજીક પોહંચ્યો હતો. સત્ર દરમિયાન લગભગ ૧૨૩૦.૩૬ પોઇન્ટના આતવા ૨.૦૪ ટકાના કડાકા સાથે ૫૯,૦૦૦ પોઇન્ટની સપાટી તોડીને ૫૮,૯૪૭.૭૦ પોઇન્ટ સુધી પટકાયા બાદ અંતે સેન્સેક્સ ૮૭૪.૧૬ પોઇન્ટ એટલે કે ૧.૪૫ ટકાના ઘટાડાની સાથે ૫૯,૩૩૦.૯૦ પોઇન્ટના સ્તર પહોંચ્યો હતો. જ્યારે એનએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૩મી ડિસેમ્બર , ૨૦૨૨ પછીના સૌથી કારમા કડાકામાં ૨૮૭.૬૦ પોઇન્ટ એટલે કે ૧.૬૧ ટકા તૂટીને ૧૭,૬૦૪.૩૫ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
અદાણી ગ્રુપના શેર્સમાં જોરદાર ધોવાણ ચાલુ રહ્યું હતું. આ ગ્રુપની મોટાભાગની સ્ક્રીપ્સમાં ૨૦ ટકા જેટલી નીચલી સર્કિટ જોવા મળી હતી. અદાણી ટોટલ ગેસમાં ૨૦ ટકાનો, અદાણી ટ્રાન્સમિશનમાં ૧૯.૯૯ ટકાનો, અદાણી ગ્રીન એનર્જમાં ૧૯.૯૯ ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇસમાં ૧૮.૫૨ ટકાનો કડાકો નોંધાયો હતો. એ જ સાથે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઝોનમાં ૧૬.૦૩ ટકાનો, અદાણી વિલ્મરમાં પાંચ ટકાનો અને અદાણી પાવરમાં પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરમાં ૬.૩૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધનારા અન્ય મુ્ખ્ય શેરોમાં બજાજ ઓટો, ડો.રેડીઝ લેબ, આઈટીસી અને સિપ્લાનો સમાવેશ હતો. નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૧૮.૩૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય શેરોમાં અદાણી પોર્ટ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ હતો.
ટાટા મોટર્સે જાહેર કર્યુ છે કે તે પહેલી ફેબ્રુઆરીથી ચોક્કસ એન્જિન ધરાવતા અમુક વાહનોના ભાવમાં ૧.૨ ટકા સુધીનો વધારો કરશે. કંપની નીક્સોન, હેરીઅર, સફારી અને પંચ જેવા મોડલ સ્થાનિક બજારમાં વેચે છે. કેઆઆઇ વાયર્સ એન્ડ કેબલે બ્રાન્ડ પોઝિશનીંગ મજબૂત બનાવવાની સ્ટ્રેટેજી અંતર્ગત યુવાઓને લક્ષ્યમાં રાખી નવી કમર્શિઅલ બનાવી છે. કંપની ભારત ઉપરાંત વિશ્ર્વના ૬૦ દેશમાં નિકાસ કરે છે અને અંતિમ વપરાશકાર સુધી પહોંચ વધારવા આ કેમ્પેઇન ચલાવી રહી છે. એસબીઆઇ કાર્ડના નફા અને આવકમાં વધારો થયો હોવા છતાં તેના શેર ત્રણ દિવસમાં આઠ ટકા તૂટ્યા હતા. જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ગ્રાહકોની આવશ્યકતા ધ્યાનમાં રાખીને બજારમાં પોતાની હાજરીને મજબૂત કરવાના સતત પ્રયાસમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ ટાયરની નવી શ્રેણી, રેન્જર એચપીઈ અને રેન્જર એક્સએટી બજારમાં લોન્ચ કરી હતી. ઓટોમોબાઇલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular