ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે વિયેનાના પ્રવાસે છે ત્યારે તેમને સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશે કહ્યું હતું કે આ સંગઠન 77 વર્ષ જૂનું થયું છે, તેથી તેને નવું રુપ આપવાની આવશ્યક્તા છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોટા પરિવર્તન કરવા એ નવી દિલ્હીની વિદેશ નીતિનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનાના મુલાકાતે પહોંચેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારતીય સમુદાયોને સંબોધતા કહ્યું હતું કે ભારતનાં દિવંગત ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના પ્રયાસને કારણે ભારતીય સમુદાયની સાથે અમારા સંબંધ મજબૂત થયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિવિધ સુધારા અને એમાં ભારતની ભૂમિકા અંગે પૂછવામાં આવતા વિદેશ પ્રધાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 1945માં કરવામાં આવી હતી, તેથી હું કહીશ કે આ સંઘ 77 વર્ષ જૂનો છે. લોકો બદલાય છે, સંસ્થાઓમાં પરિવર્તન આવવું જોઈએ. આપણે વાસ્તવમાં પરિવર્તનની જરુરી છે. દુનિયાના મોટા ભાગના લોકો એવું માને છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની નિષ્પક્ષતાપૂર્ણ કામગીરી નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સુધારા મુદ્દે ભારત ખાસ કરીને ભાર મૂકે છે અને એ ભારતની વિદેશ નીતિનો એક ભાગ છે. પરિવર્તન રાતોરાત થતા નથી, પરંતુ એના માટે ભારત સતત કોશિશ કરશે. આમ છતાં એમાં સુધારો કરવાનો અમારો ટાર્ગેટ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
77 વર્ષ જૂનું થયું સંયુક્ત રાષ્ટ્રસંઘ, સુધારા જરુરીઃ એસ. જયશંકરે
RELATED ARTICLES