આજે સોમવારે વહેલી સવારે તુર્કી અને મિડલઇસ્ટ વિસ્તારમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે વિનાશ વેર્યો છે. તુર્કી અને સીરિયામાં ચારેબાજુ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં કુલ 757 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં સીરિયાના 237 અને તુર્કીમાં 520 લોકો સામેલ છે. તે જ સમયે 3 હજારથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા આ ભૂકંપમાં થયેલા જાનમાલના નુકશાન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.
Anguished by the loss of lives & damage of property due to earthquake in Turkey. Condolences to bereaved families. May the injured recover soon. India stands in solidarity with people of Turkey & is ready to offer all possible assistance to cope with this tragedy: PM
(File pic) pic.twitter.com/UHz2hLHNLt
— ANI (@ANI) February 6, 2023
“>
ભૂકંપનો પહેલો આંચકો સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 કલાકે અનુભવાયો હતો અને તેની થોડી મિનિટો બાદ મધ્ય તુર્કીમાં બીજો આંચકો અનુભવાયો હતો. તુર્કીમાં આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. અહીં ઘણી બિલ્ડીંગ તૂટી પડી છે. તુર્કીએ આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી છે.
Thousands feared dead after a massive 7.8 magnitude #earthquake strikes #Turkey pic.twitter.com/1yLAP22jhI
— Narrative Pakistan (@narrativepk_) February 6, 2023
“>