કોઇએ સાચું જ કહ્યું છે કે પ્રેમ કરવાવાળાની ઉંમર નહોતી હોતી. આ વાત મહારાષ્ટ્રનાં એક દંપતી પર બિલકુલ બંધબેસતી છે. ઉંમરના ૭૫મા વર્ષમાં એક વૃદ્ધ વ્યક્તિએ ૭૦ વર્ષની વૃદ્ધાની સાથે લગ્ન કર્યાં છે અને આ અનોખાં લગ્નની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં થઇ રહી છે. આ મામલો મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાનો છે. લગ્ન પહેલાં વર અને કન્યા એક વૃદ્ધાશ્રમમાં રહેતાં હતાં, જ્યાં બંનેની ઓળખ થઇ અને પછી બંનેએ એકબીજા સાથે પછીનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું.
પુણેના વાઘોલીમાં રહેતી ૭૦ વર્ષની આ કન્યાનું નામ અનુસૂયા શિંદે છે. જ્યારે શિરોલ તહેસીલમાં રહેતા ૭૫ વર્ષીય વરનું નામ બાબુભાઈ પાટીલ છે. બંને પોતપોતાના જૂના જીવનસાથીને ગુમાવી ચૂક્યાં હતાં. આ જ કારણથી બંને શિરોલ તહેસીલના ઘોસખાડ સ્થિત જાનકી વૃદ્ધાશ્રમમાં રહેતાં હતાં. જ્યારે તેઓએ લગ્ન કરવાની ઇચ્છા છે, એવું વૃદ્ધાશ્રમના ડિરેક્ટર બાબાસાહેબ પૂજારીને જણાવ્યું ત્યારે તેઓએ તમામ જરૂરી દસ્તાવેજોની કાર્યવાહી પૂરી કરીને લગ્ન કરી લીધાં.
લગ્ન પહેલાં બંને લગભગ એક જેવી તકલીફોથી પસાર થઇ રહ્યાં હતાં. એ દરમિયાન બંનેએ પોતાના દુ:ખદર્દ વહેંચવાનો સિલસિલો શરૂ કરી દીધો. જે ગામમાં આ અનોખાં લગ્ન સંપન્ન થયાં ત્યાંના મુખ્ય લોકોની હાજરીમાં તમામ રીતરિવાજ અને વિધિની સાથે આ લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ લગ્ન સમયે કોઇ નાત-જાત, ઊંચ-નીચ કે પછી કુંડલીને મેળવવામાં આવી નહોતી. આ દંપતીને શારીરિક સુખ કે પછી ધનસંપત્તિની લાલસા નથી.
આ દંપતીની હવે એક માત્ર ઈચ્છા એ છે કે હવે બાકીનું જીવન સાથે વિતાવવું. એકબીજાની સાથે રાજીખુશીથી વીતી જાય. લગ્ન પછી આ વૃદ્ધ દંપતી વૃદ્ધાશ્રમમાં જ રહેવાનું છે. લગ્ન પહેલાં પણ આ દંપતીએ તમામ બાબતો પર વિચાર કર્યો હતો અને પછી જ વૃદ્ધાશ્રમના ડિરેક્ટરને લગ્ન કરવાની વાત કહી હતી.
75 વર્ષના વરરાજા અને 79 વર્ષની લાડી, આવો જુઓ ક્યાં થયા આ અનોખા લગ્ન
RELATED ARTICLES