21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય પર્યટન વિભાગના સહયોગથી વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં 6 થી 8 જાન્યુઆરી દરમિયાન વિન્ટેજ કાર શોનું આયોજન કરવમાં આવ્યું છે. આવતી કાલે કાર શોના ઉદ્ઘાટન પહેલા આજે 75 જેટલી વિન્ટેજ કરના કાફલા એ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલી કરી હતી. જેને જોઇને લોકો દંગ રહી ગયા હતા.

આ હેરિટેજ કાર રેલીમાં 75 જેટલી કાર સામેલ થઇ હતી. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં 6 થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન ત્રણ દિવસ ક્લાસીક, દુર્લભ અને સુંદર ગાડીઓનું પ્રદર્શન યોજાશે. સવારના 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી લોકો આ પ્રદર્શનની મુલાકાત લઇ શકાશે.

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલીગન્સની 10 મી આવૃત્તિ વડોદરામાં યોજાવા જઈ રહી છે. આ પહેલા કોન્કોર્સની નવ આવૃત્તિ દિલ્હી ખાતે જ આયોજિત કરાઈ હતી. આ વખતે સ્પર્ધામાં વીતેલી સદીમાં નિર્મિત 150 જેટલી વિન્ટેજ કારો અને 50 વિન્ટેજ મોટરસાયકલ પ્રદર્શિત થશે. ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.