Homeઆમચી મુંબઈમાતોશ્રીની બહાર લાગ્યું કાયમી સ્વરૂપનું ૭૦ ફૂટનું તોતિંગ બેનર

માતોશ્રીની બહાર લાગ્યું કાયમી સ્વરૂપનું ૭૦ ફૂટનું તોતિંગ બેનર

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ નિવાસસ્થાનની બહાર તોતિંગ બેનર લગાવવામાં આવ્યું છે. માતોશ્રીની બહાર વિદ્રુપીકરણને અટકાવવા માટે કાયમી સ્વરૂપના બેનરને લગાવવામાં આવ્યું છે. ૭૦ ફૂટ લાંબું અને ૮ ફૂટ ઊંચું આ બેનર તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામનું નવું બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનરમાં ઠાકરે કુટુંબના ચાર સભ્યોના ચહેરા દેખાઇ રહ્યા છે. શિવસેનાના જુદા જુદા નેતાઓ વિવિધ કારણોથી માતોશ્રીની બહાર બેનર લગાવતા હોય છે. આને કારણે વિદ્રુપીકરણ થતું હોવાને કારણે બાંદ્રા પૂર્વ વિધાનસભા મતદારસંઘ દ્વારા આ બેનર લગાવવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ જ આ બેનર લગાવવા માટેની સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular