રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટનાની જાણકારી મળી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનામાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.
આ ઘટના બાદ, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટર પર લખ્યું હતું કે “દિલ્હીના બવાનામાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. અમે પીડિતને તમામ શક્ય મદદ કરી રહ્યા છીએ. દિલ્હીમાં ગુના વધી રહ્યા છે.
बवाना में 7 महीने गर्भवती महिला को उसके पति और ससुराल वालों ने पेट्रोल डालकर जलाया। लड़की बुरी तरह से झुलस गई और उसका अब अस्पताल में इलाज चल रहा है। हमने दिल्ली पुलिस को नोटिस इशू किया है। पीड़िता की हर संभव सहायता भी कर रहे हैं। दिल्ली में अपराध बढ़ते जा रहे हैं! pic.twitter.com/T55xOvPECh
— Swati Maliwal (@SwatiJaiHind) January 9, 2023
તેમણે જણાવ્યું હતું કે હરિયાણા, પંજાબ, દિલ્હી, દેશભરમાં બધે જ મહિલાઓ સામેના ગુનાઓ વધી રહ્યા છે.