Homeદેશ વિદેશગાઝા પટ્ટીની ઈમારતમાં ભીષણ આગઃ સાત બાળક સહિત 21નાં મોત

ગાઝા પટ્ટીની ઈમારતમાં ભીષણ આગઃ સાત બાળક સહિત 21નાં મોત

 

જાબાલિયાઃ ગાઝા પટ્ટીના એક રહેવાસી વિસ્તારમાં ભીષણ આગ લાગવાને કારણે સાત બાળક સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના જવાન દ્વારા આગને અંકુશમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ આ આગમાં 21 જણના મોત થયા છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

ઉત્તર ગાઝાના જાબાલિયા રેફ્યુજી કેમ્પમાં ચાર માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઇમારતમાં લાગેલી આગમાં મોટાભાગના રહેવાસી લોકોનાં મોત થયાં હતાં. જાબાલિયા સ્થિત ઈન્ડોનેશિયન હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાત બાળકના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જોકે, આ આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી, એમ હોસ્પિટલના પ્રમુખ સાલેહ અબુ લૈલાએ જણાવ્યું હતું. અહીંની ઇમારતના ઘરોમાં મોટા પ્રમાણમાં ઇંધણનો પુરવઠો હતો, જેથી આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ગાઝામાં રહેતા ઘણા એવા પણ પરિવારો છે, જે પાવર જનરેટર માટે ગેસોલિન અને ડીઝલનો સંગ્રહ કરે છે, કારણ કે અહીંના પ્રદેશમાં માત્ર એક જ પાવર સ્ટેશન છે અને દિવસમાં માત્ર આઠ કલાક વીજળીનો પુરવઠો મળે છે.

પેલેસ્ટેઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના પ્રવક્તાએ કહ્યું હતું કે ઈઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બેંક સ્થિત એક અલગ પેલેસ્ટાઈનના ક્ષેત્રમાં લાગેલી આગને રાષ્ટ્રીય આફત જાહેર કરી હતી. ઉપરાંત, દેશમાં એક દિવસના શોક અને રાષ્ટ્રીય ધ્વજને અડધી કાંઠીએ રાખવાની જાહેરાત કરી હતી. પીડિતના પરિવાર માટે મદદ મોકલવામાં આવશે.

વિશ્વના સૌથી ગીચ વસતિવાળા વિસ્તાર પૈકી જાબાલિયા એક છે, જ્યાં આઠ રેફ્યુજી કેમ્પ આવેલા છે, જ્યારે 23 લાખ લોકોની વસતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular