નેશનલ ફિલ્મ એવોર્ડ્સઃ સોરારઈ પોટ્ટરુ અને તાન્હાજી સહિત ઘણી ફિલ્મોને મળ્યા એવોર્ડ, વાંચો વિગતવાર અહેવાલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ ફિલ્મી ફંડા

નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં કરવામાં આવી હતી, જેમાં તમિલ ફિલ્મના સુપરસ્ટાર સૂર્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સોરારઈ પોટરુને છ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. આ ઉપરાંત બાકી ભાષાઓની ફિલ્મોને પાછળ છોડીને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ વર્ષે ફિચર ફિલ્મની શ્રેણીમાં 305 ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવી હતી. આ એવોર્ડ્સ વર્ષ 2020 માટે આપવામાં આવ્યા હતાં. ફિચર ફિલ્મની જ્યૂરીનું નેતૃત્ત્વ ફિલ્મ નિર્માતા વિપુલ શાહે કર્યું હતું.
અજય દેવગણને નેશનલ એવોર્ડ ત્રીજી વાર મળ્યો છે.

આ રહી એવોર્ડ્સ અને વિજેતાઓની યાદી

બેસ્ટ પોપ્યુલર ફિલ્મઃ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર

 

બેસ્ટ ફિચર ફિલ્મઃ સોરારઈ પોટરુ (તમિલ)

બેસ્ટ એક્ટરઃ અજય દેવગન (તાન્હાજી) અને સૂર્યા (સોસારઈ પોટરુ)


બેસ્ટ ડિરેક્ટરઃ કે. આર. સચિદાનંદન (મલયાલમ ફિલ્મ અય્યપ્પનમ કોશિયુમ માટે)
બેસ્ટ એક્ટ્રેસઃ અપર્ણા બાલમુરલી (સોરારઈ પોટરુ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ બીજૂ મેનન (અય્યપ્પનમ કોશિયુમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી )શિવરંજિનિયમ ઈનુમ સિલા પેંગલમ)
બેસ્ટ બુક ઓન સિનેમાઃ ધ લોંગેસ્ટ કિસ (કિશ્વર દેસાઈ)
બેસ્ટ નરેશન વોઈસ ઓવર એવોર્ડઃ શોભા થરૂર શ્રીનિવાસન (રૈપ્સોડી ઓફ રેન મોનસૂન ઓફ કેરલ)
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન (ગીત)ઃ થમન એસ (અલા વૈકુંઠપુરમુલુ)
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન (બેકગ્રાઉન્ડ મ્યૂઝિક)ઃ જીવી પ્રકાશ (સોરારઈ પોટરુ)
બેસ્ટ નોન ફિચર ફિલ્મઃ અના કી ગવાહી (ડાંગી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.