મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આ વોર્ડ થઈ ગયા ઓબીસી માટે આરક્ષિત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

સુુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોેર્ડના આરક્ષણની શુક્રવારે નવેસરથી લોટરી જાહેર કરવામાં આવી હતી. બાંદ્રામાં રંગશારદા સભાગૃહમાં પાર પડેલી વોર્ડની લોટરીમાં મુંબઈના અનેક નામી નગરસેવકોએ આરક્ષણને કારણે પોતાની બેઠક ગુમાવી છે. અનુસૂચિત જાતિ અને મહિલા આરક્ષણને કારણે વર્ષોથી ચૂંટાઈ આવતા નગરસેવકોને પોતાના વોર્ડ ગુમાવવા પડ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ, ચૂંટણી અધિકારીઓની હાજરીમાં લોટરી બહાર પાડવામાં આવી હતી. ૨૩૬ વોર્ડમાંથી આ ૬૩ બેઠકઓ ઓબીસી માટે આરક્ષિત થઈ ગઈ છે, જેમાં મહિલા ઓબીસી માટે ૩૨ બેઠકો અને ઓબીસી માટે ૩૧ બેઠકો અનામત જાહેર થઈ છે.

ઓબીસી મહિલા માટે આરક્ષિત ૩૨ બેઠકો
૭, ૯, ૧૩, ૧૭, ૨૭, ૩૦, ૩૮, ૪૮, ૫૧, ૫૩, ૬૨, ૭૯, ૮૭, ૮૯, ૯૬, ૯૮, ૧૧૭, ૧૨૯, ૧૩૦, ૧૩૭, ૧૪૭, ૧૫૦, ૧૫૨, ૧૫૫, ૧૫૯, ૧૬૧, ૧૭૯, ૧૮૦, ૧૮૫, ૧૮૮ ,૨૦૨, ૨૧૭

ઓબીસી માટે આરક્ષિત ૩૧ બેઠકો
૩, ૧૨, ૧૬, ૪૦, ૪૨, ૬૧, ૭૩, ૭૬, ૮૧, ૮૨, ૧૦૧, ૧૧૦, ૧૨૭, ૧૨૮, ૧૩૨, ૧૩૫, ૧૪૬, ૧૪૮, ૧૫૪, ૧૬૪, ૧૭૩, ૧૭૪, ૧૮૩, ૧૯૫, ૨૦૦, ૨૦૩, ૨૧૮, ૨૨૨, ૨૨૩, ૨૩૦, ૨૩૬

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.